Friday, 7 November 2014
Thursday, 6 November 2014
आदिवासी को खत्म करने का सरकार की योजना
आदिवासी को खत्म करने का सरकार की योजना
आज आदिवासी क्षेत्रों में पानी की विकट समस्या है और इस समस्या के
निवारण के लिए कोई सरकार सुनती भी नहीं है.आज नर्मदा डैम से बहुत लोग विस्थापित हो
गए हे. नर्मदा डैम के नीचे जवाहर लाल नेहरु की याद में विहार डैम बनने वाला
है.जहाँ डैम बनने वाला है वहाँ आदिवासियों का गाँव है. इस भावी योजना से 73 से
ज्यादा गाँवों को सरकार विस्थापित करने वाली है.सरदार वल्लभभाई पटेल की मूर्ति बन
रही है उससे आदिवासियो को बहुत नुकसान होने वाला है.पार, नार और तापी
नदी जोडने की योजना में डांग, वलसाड के धरमपुर एवं कपराडा के
आदिवासी गाँव विस्थापित होंगे. इस योजना से आदिवासी बेघर होने वाले है. आदिवासी
क्षेत्रो में छोटा उदेपुर, भरूच जिल्ले के वालिया, झगडिया और नर्मदा जिल्ले का
विस्तार, सुरत जिल्ले का मागरोल, झंखवाव के पूरे विस्तार में बाक्साइट, रेत और पत्थर निकलता है. इन
प्राकृतिक संसाधनों को आदिवासी क्षेत्र से सरकार और पूजीवादी लोग लूट रहे है. सरकार राशन कार्ड बनाने में भी
भेदभाव कर रही है. गरीबों को B.P.L कार्ड नही
मिलता. सबो को A.P.L का कार्ड जारी किया जा रहा
है.सरकार का मानना है की आदिवासी लोग विकसित हों गए है.तमाम राशन की दुकानों में
खुले आम लूट चल रही है. लोगों को महीने में पूरा राशन नही मिलता. आदिवासी
क्षेत्रों में कुपोषण की विकत समस्या है. कुपोषण से होने वाली बीमारी ‘सिकल सेल’ इन क्षेत्रों में आम होती
जा रही है.आज आदिवासी क्षेत्रों में एक भी अच्छा अस्पताल नही है. अकस्मात बीमारी के समय भी लोगों को शहरी क्षेत्रों में जाना पड़ता है.
आदिवासी क्षेत्रों में PPESA ACT 1996, Forest Right Act 2006 आदि कानून लागू नही किया जा रहा है. सरकार की जो भी योजना है वो आदिवासियों के
लिए मात्र एक टुकड़ा भर है. जो भी योजना है वो सरकार और पचायत के प्रमुख, सरपंच इत्यादि लोग साथ में मिलकर पूरी योजना को ही खा
जाते है. सरकार गरीबो का मेला लगाती है जो की आदिवासियों के फण्ड से चलता है.
आदिवासी को हिन्दू बनाने का काम चल रहा है. आदिवासी के कास्ट सर्टिफिकेट में
जान-बूझ कर ‘हिन्दू –भील’ लिख दिया जाता है
जबकि ‘हिन्दू’ शब्द का वर्णन भारत के सविधान में भी नही है. कुछ क्षेत्रों में तो
आदिवासियों को कास्ट सर्टिफिकेट भी नही दिया जाता. आदिवासी क्षेत्र के
स्कूलों में टॉयलेट की सुविधा नही है और आदिवासी क्षेत्र में जितने भी आश्रमशाला
तथा होस्टल हैं वहाँ भी पानी की, रहने की, भोजन की और पढने की बहुत बड़ी समस्या है.आदिवासी विधार्थियों को समय पर छात्रवृति भी नहीं
मिलती. आदिवासी क्षेत्र में फारेस्ट डिपार्टमेंट और पोलिस
तंत्रों के लोग आदिवासी को डराते और मारते हैं.
जय
आदिवासी..................जागो आदिवासी...........लड़ो आदिवासी...
Wednesday, 24 September 2014
ભારતમાં વિકાસ કોના ભોગે ?
મિત્રો,
આદિવાસી ભારતના
મૂળમાલીક છે. એમનું જીવન જળ જંગલ જમીન પર આધારીત છે. આદિવાસીઓ જમીનને યાહ્કી(Mother)
માને છે. તેથી જમીનને કોઈ પણ દિવસે વેચે નહી. અને અનાજનું પૂજન કરે
છે. અને અનાજને ખાતા પહેલા કુદરતને આપે છે. આદિવાસીઓના રીત-રીવાજો, તહેવારો અને જીવન જીવવાની રીત કુદરતી સંસાધન પર આધારીત છે. જમીનદારી વ્યવસ્થા કાયદો ૧૭૯૩માં ઉભી કરી અને આ કાયદો આદિવાસીઓને પણ લાગુ
પાડવામાં આવ્યો. અને જે આદિવાસીની સામુહિક ખેતી કરવાની રીત હતી. તે નાશ કરવામાં
આવી અને ખાનગી જમીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. અને વન કાયદો ૧૮૬૫માં
બનાવવામાં આવ્યો એ મુજબ આદિવાસી રાજાઓ પર જંગલો હતા તે કબ્જે કર્યા. એ જંગલોને
વૈજ્ઞાનિક રીતે વધુ જંગલો થાય એ વાતે જંગલો પડાવામાં આવ્યા. અને ત્યારે જંગલખાતું
પણ બનાવવામાં આવ્યુ હતું. એ જંગલખાતા એ આદિવાસી પર અત્યાચાર,શોષણ કર્યું છે. અને
જમીન સંપાદનનો કાયદો ૧૯૯૪માં અમલમાં આવ્યો હતો. કાયદાકીય રીતે જે જમીનો કોઈના નામે
નથી. તેવી જમીનો સરકારના નામે કરવામાં આવી. અને આદિવાસીઓ પોતાના જીવન ચલાવવા માટે
જમીન ખેડીને ખાતા હતા. તેવી જમીનો સરકારના નામે થઈ અને એ કાયદાના લીધે આદિવાસીની
જમીનો પડાવી લેવામાં આવી. અને આદિવાસીઓને જમીનના અધિકારથી
વંચિત રાખવામાં આવ્યા. અને જે વન કાયદો ૧૮૬૫માં બનાવવામાં આવેલ હતો. એ કાયદાને સુધારીને વધુ મજબુત
બનાવવામાં આવ્યો. અંગ્રેજો ભારતીય જંગલ કાયદો ૧૯૨૭માં અમલમાં આવ્યો. અને જંગલની પેદાશો
પર સરકારનું નિયંત્રણ કરવામાં આવ્યું.અને આદિવાસીઓની જે જીવાદોરી વન પેદાશો હતા તે
જ છીનવાઈ ગયા. વન્ય પ્રાણી સંરક્ષણ કાયદા ૧૯૭૨ મુજબ વન્યજીવોનું શિકાર રોકવા માટે
સરકારને સતા મળી. અને ગુજરાત વન્ય પશું સંરક્ષણ કાયદો ૧૯૯૦માં જાહેર કરવામાં આવ્યો.
અને એના લીધે આદિવાસીઓ જ્યાં પોતાના ઢોરને ચરાવતા હતા. એ સરકારે બંધ કરાવ્યું. જંગલ સંરક્ષણ કાયદા
૧૯૮૦માં અનુસાર જંગલ પરનું દબાણ નામે કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકારને
સોંપવામાં આવ્યો.
આખા દેશમાં આંદોલનો ચાલતા એનો નિકાલ લાવવા માટે વન અને પયાઁવરણ મંત્રાલયે
૧૯૯૦ના સપ્ટેમ્બર મહિનામાં ૬ પરિપત્રો તમામ રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. અને એજ
સમયગાળા દરમિયાન ૧૯૯૫માં દક્ષીણ ભારતમાં ગોદાવમઁન નામની એક વ્યક્તિએ કેસ વડી
અદાલતમાં કર્યો હતો. તેના અનુસંધાને ઇન્સ્પેકટર જનરલ ઓંફ ફોરેસ્ટ ૩ જી મેં ૨૦૦૨ના
રોજ તમામ રાજ્યોમાં પત્ર લખ્યા કે ૧૯૮૦ પહેલા ખેડતા હતા. તેના પુરાવા નથી એવા તમામ
પ્રકારના દબાણો દુર કરવાનો હુકમ કર્યો. અને આદિવાસીઓના આંદોલનના લિધે સરકારે વન
અધિકાર કાયદો ૨૦૦૬ બનાવ્યો. જાન્યુઆરી ૨૦૦૮માં કાયદો અમલમાં આવ્યો. પણ એ કાયદાને
પણ અમલીકરણ કરવામાં આવેલ નથી. અંગ્રેજો આ દેશ છોડીને જતા રહ્યાં પણ એમના કાયદા ભારત
સરકારે પણ વધુ મજબુત બનાવીને આદિવાસીઓને એમના અધિકારથી વંચિત કરવામાં આવ્યા છે.
અને ૧૯૪૭ બાદ આ દેશમાં નવી વિકાસની નીતિ મુજબ જ્યાં આદિવાસીઓ રહેતા ત્યાં વિકાસના
નામે વિસ્થાપન અને મોટા ડેમો બનાવી, કંપનીઓ બનાવીને અને
પ્રવાસ સ્થાનો બનાવીને આદિવાસીઓને એક હાસ્યામાં ધકેલી દેવામાં આવેલ છે.
આદિવાસીઓ દેશના મુળમાલીકો છે. આજે મૂળમાલિકોને
અધિકારથી વંચિત રાખવામાં આવેલ છે. હવે આદિવાસીઓ ચૂપચાપ રહેશે તો આદિવાસીઓને બ્રામણવાદ
ખત્મ કરી દેશે. તો હવે રાહ જોવાની જરૂર નથી. આપ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ કરું
છું. કે જેવી રીતે આપણા અધિકારો સરકારે અને બ્રામણવાદએ છીનવી લીધા છે. એવી જ રીતે આપણા
અધિકારો આપણે છીનવી લેવા પડશે..........જય આદિવાસી..........જાગો આદિવાસી.......
Thursday, 11 September 2014
ગરીબોની વાત અમીરો શું જાણે?
આજે ભારત
દેશમાં લોકો વિકાસના પંથે આગળ વધી રહ્યાં છે. અને એમાં ગુજરાત જેવું રાજ્ય તો
બધા રાજ્યોથી આગળ છે એમ કહેવામાં આવે છે. પણ ગુજરાતના આદિવાસીઓની
પરિસ્થિતિ સારી નથી. કારણ કે એ લોકોને સરકાર દ્વ્રારા વિકાસની વાતો કરવામાં
આવે છે. પણ સરકાર કામ કરતી નથી. ખોટા ખોટા વિકાસના નામે રીપોર્ટ બનાવવામાં આવે છે.
એના થી લોકોને કોઈ ફાયદો થતો નથી. ગુજરાતમાં મોટી મોટી કંપનીઓ આવેલ છે. એમાં
કેમિકલ્સ, હીરા, અન્ય ચીજવસ્તુઓનો પૂછકળ
માત્રામાં ઉત્પાદન કરવામાં આવે છે. એનો ફાયદો સરકાર અને કંપનીના માલિકોને થાય છે.
એમાં જે કામ કરનાર લોકો છે એ લોકો કામ કરતા જ રહી જાય છે.
ગુજરાતના ગીર સોમનાથ જીલ્લામાં આવેલ વેરાવળમાં GIDCમાં ૧૫૦ થી વધુ કંપનીઓ છે. એમાં બરફ બનવાની કંપની અને માછલીનું પેકીંગ અને માછલી દેશ-વિદેશમાં વેચાણ કરવાનું કામ થાય છે. અહીંથી માછલી વિદેશમાં વેચાણ કરવામાં આવે છે. એ લોકો કરોડો રૂપિયા કમાવે છે. મુડીવાદી લોકો પાસે કરોડો રૂપિયા છે. એ લોકોનું જીવન એશોઆરામથી જીવન જીવે છે. એ લોકોના બાળકો એક દિવસ સ્કૂલેના જાય તો બુમાબુમ થઈ જાય. પણ જો ગરીબોના બાળકો આખી જીંદગી સ્કૂલમાં ના જાય તો એ લોકોને પૂંછવાવાળુ કોઈ નથી. સરકાર પણ પૂંછવા માગતી નથી. સબીર સી ફૂડ કંપનીની આગળ એક બાળકની શું દશા છે! એ આપ જોઈ શકો છો. એવા હજારો લોકો આ દેશ છે. પણ સરકાર કોઈ પણ જાતના પગલા લેતી નથી. અને લોકો પણ ચૂપચાપ જીવન જીવે છે. લોકોને બીજા લોકો માટે સમય નથી. પણ જે લોકો સમાજ માટે વિચારે છે. એવા લોકોને અપીલ કરું છું. કે આપણા લોકોના અધિકાર માટે લડયે અને અધિકાર છીનવી લયે....જય આદિવાસી.....જાગો આદિવાસી............
Thursday, 28 August 2014
Right to Education Act 2009
Right to Education Act 2009
The Constitution (Eighty-sixth Amendment)
Act, 2002 inserted Article 21-A in the Constitution of India to provide free
and compulsory education of all children in the age group of six to fourteen
years as a Fundamental Right in such a manner as the State may, by law,
determine. The Right of Children to Free and Compulsory Education (RTE) Act,
2009, which represents the consequential legislation envisaged under Article
21-A, means that every child has a right to full time elementary education of
satisfactory and equitable quality in a formal school which satisfies certain
essential norms and standards.
Article 21-A and the RTE Act came into
effect on 1 April 2010. The title of the RTE Act incorporates the words ‘free
and compulsory’. ‘Free education’ means that no child, other than a child who
has been admitted by his or her parents to a school which is not supported by
the appropriate Government, shall be liable to pay any kind of fee or charges
or expenses which may prevent him or her from pursuing and completing
elementary education. ‘Compulsory education’ casts an obligation on the
appropriate Government and local authorities to provide and ensure admission,
attendance and completion of elementary education by all children in the 6-14
age groups. With this, India has moved forward to a rights based framework that
casts a legal obligation on the Central and State Governments to implement this
fundamental child right as enshrined in the Article 21 A of the Constitution,
in accordance with the provisions of the RTE Act.
Reference: http://mhrd.gov.in/rte
Reference: http://mhrd.gov.in/rte
ભારતમાં કાયદાની ખોટ નથી. પણ કાયદાનું અને ભારતીયો
બંધારણનું અમલીકરણ કોઈ પણ સરકાર કરતી નથી. ભાજપ હોઈ કે કોંગ્રેસએ લોકો મુડીવાદી
લોકો માટે જ કામ કરશે. આજે ગુજરાતમાં વિકાસ થયો છે એમ કરીને નેતાઓ લોકોને
બતાવે છે. પણ ગુજરાતમાં આવેલ શહેરી વિસ્તારમાં જ રોડ, પાણી,સ્કૂલો, વાહન વહેવાર તમામ પ્રકારની સુવિધાઓ જોવા મળે
છે.જયારે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હેંડપંપ હોઈ તો તે પણ બગડેલો,સ્કૂલો હોઈ તો શીક્ષક નહી. અને ત્યાં મકાનની પણ સુવિધા નથી. અને વાહન
વ્યવહાર નથી.
આજે હું નવી માહિતી આપવા માગું છું. કે વડોદરા જીલ્લાના નસવાડી તાલુકાના ગધેર અને માંકણખેડા ગામ વિશે જાણીએ એ ગામ માં જવું હોઈ તો ૬ થી ૭ કલાક ચાલીને જવું પડે. હું પણ ચાલીને ગયો હતો. જંગલ, પહાડમાંથી જવું પડે છે.
આજે હું નવી માહિતી આપવા માગું છું. કે વડોદરા જીલ્લાના નસવાડી તાલુકાના ગધેર અને માંકણખેડા ગામ વિશે જાણીએ એ ગામ માં જવું હોઈ તો ૬ થી ૭ કલાક ચાલીને જવું પડે. હું પણ ચાલીને ગયો હતો. જંગલ, પહાડમાંથી જવું પડે છે.
આ ગામો
નર્મદા ડેમમાં વિસ્થાપન થયેલ છે.પણ જે લોકોને જમીન આપવામાં આવેલ નથી. એવા ૪૦૦થી
વધુ પરિવારો અહી વસવાટ કરે છે. એ ડુંગરા ભીલ આદિવાસી છે. સરકારના રેકોર્ડમાં
વિસ્થાપન થયેલ છે. પણ લોકો રહે છે એ લોકો પાસે નવા કોઈ પુરાવા
નથી. જુના પુરાવા છે. એ લોકો ગામો નર્મદા નદીના કિનારે આવેલ છે. ત્યાં સરકારની એક
પણ યોજના લાગુ નથી. લોકો મોટા મોટા ડુંગરો પર ઘરો બનાવીને રહે છે.
ગામમાં
સ્કૂલ છે. ત્યાં ઘણા બાળકો ભણે છે. 5મુ ધોરણ નાપાસ ટીચર છે. અને ૨ અભણ બાળા રસોઈનું
કામ અને બાળકોને સાચવે છે. ત્યાં કાચું ઘર છે. બાળકો નીચે બેસીને ભણે છે. નીચે ઊધી
જાય છે. આ સ્કૂલ નર્મદા બચાવ આંદોલનવતી અને ગામના વડીલોની મદદથી
ચાલે છે. ગામના લોકો અનાજ ફાળો કરે છે.અને સ્કૂલમાં આપે છે.
ગામ લોકો ખેતી કરીને જીવન જીવે છે. ખેતીમાં જે
અનાજ પાકે છે એ ખાવા માટે ઉપયોગ કરે છે. એ લોકો આ ઘર ઘંટીમાં અનાજ દણીને ખાય છે. આદિવાસી લોકોને અપીલ કરું છુ કે આપણા સમાજના નાના બાળકોને ભણાવીએ અને આવા ગામોમાં રહેતા લોકોને મદદરૂપ થઈને અધિકાર માટે લડીએ....અધિકાર છીનવી લઈએ.....જય આદિવાસી જાગો આદિવાસી ...ભણો આદિવાસી......લડો આદિવાસી............
સાથીયો,
આદિવાસી દેશના
મુળનીવાસી છે. મુળનીવાસી હોવાથી જળ,જંગલ,જમીન પર આદિવાસીઓનો મૂળભૂત
અધિકાર છે. પહેલા આ દેશમાં મુળનીવાસી લોકો હતા. ત્યારે આ દેશમાં લોકો ખુશ હતા. પણ
જયારે આપણા ભારતમાં આયાઁ,મુગોલો,પારસીઓ,અગ્રેજો,પોર્ટુગીઝ વગેરે લોકો આવ્યા હતા. અને
અહીના મુળમાલીકોને ગુલામ બનાવી દિધા. અહીના મુલમાલીકોને આયાઁએ ગુલામ બનાવી
દિધા હતા. અગ્રેજો આવ્યા બાદ આયાઁ અગ્રેજોના ગુલામ બની ગયા હતા. તેમાં અહીના
મુળમાલીકો આયાઁ, અગ્રેજોના ગુલામ બની ગયા હતા. મૂળ રાજા હતા. તે રાજાઓને હરાવવી
દેવામાં આવ્યા. અને તમામ રાજ્યો અંગ્રેજોના હસ્તે થયા.૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજો ભારત છોડીને ગયા હતા.પણ આયાઁ ગયા નહી. અને ૧૯૪૭માં અંગ્રેજો આયાઁથી
સ્વતંત્ર થયા હતા.પણ મુલમાલીકો ગુલામ જ રહીયા છે. આયાઁ એ બે રીતે લડાઈ લડીને
આદિવાસીઓને ગુલામ બનાવી દેવામાં આવેલ છે.૧.અસ્ત્રો શસ્ત્રો ની લડાઈ ૨.શબ્દો ની
લડાઈ. અને જળ,જંગલ,જમીન પર સરકારે કબ્જો કરી લીધો. આદિવાસી વિસ્તારમાં
ડેમો,અભયારણ્ય,ફેક્ટરીઓ વગેરેથી આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવેલ છે.
તિલકામાજી,બિરસામુંડા,ટંટીયાભીલ,પૂજાભીલ,તાનાભગત,દેવીચળવળ,ખાજનાયક,શિલ્પતરાજા,નંદરાજા વગેરે લોકોએ લડત આપી હતી. અને જીત
હાસલ કરી હતી.પણ આડકતરી રીતે આદિવાસીને ગુલામ બનાવીને પોતાના અધિકારથી વંચીત
રાખેલ છે.હાલમાં આદિવાસીઓ લડે છે. પણ અલગ અલગ સંગઠન બનાવીને લડે છે. NGO પણ સંગઠન બનાવીને લડે છે.પણ આ લડતોથી કોઈ
ફેરફાર થયો નથી. ઉલટા આદિવાસી જ આમને સામને આવીને લડે છે. આદિવાસી જ મરી જાય છે.આ બધુ કરાવનાર સરકાર, આયાઁ, મુડીવાદી જવાબદારછે.
આદિવાસીઓની સભ્યતા,મુલ્યો,સંસ્કૃતી,ભાષા,વગેરે પણ ખત્મ થઇ રહયું છે. અને વિકાસના નામે સરકાર આદિવાસી વિસ્થાપન કરી રહી છે.
આદિવાસીઓની સભ્યતા,મુલ્યો,સંસ્કૃતી,ભાષા,વગેરે પણ ખત્મ થઇ રહયું છે. અને વિકાસના નામે સરકાર આદિવાસી વિસ્થાપન કરી રહી છે.
Saturday, 16 August 2014
મિત્રો,
આજે સિદી લોકોની મુલાકત કરી અને નવું નોલેજ મળ્યું આ નોલેજ શું છે તમે પણ જાણો...
ભારતના બંધારણમાં આદિમ જૂથ તરીકે સિદી આદિવાસીનો સમાવેશ થાય છે. આ સિદી આદિવાસીઓ ગુજરાતમાં વસે છે. એ લોકોનું ઓરીજીનલ મૂળવતન આફ્રિકાના છે. પણ આજે એ ભારતના નાગરિક છે. એ લોકોને આફ્રિકા માંથી અગ્રેજો અહી સમુદ્ધમાં માછલી પકડવાનું, વહાણ ચલાવવાનું, એમનું કામકાજ કરવા લાવ્યા હતા. એ લોકો પૂરે પુરા જંગલ પર આધારીત જીવન ચાલતું હતું. એ લોકોની પાસે વેરાવળ તાલુકાના ગામોમાં જમીન પણ છે. અને ૨૦૦થી વધુ સિદી લોકો સમુદ્ધમાં માછલી ઉછેર કરે છે. એ લોકો કોઈ છુટક કામ કરે છે તો કોઈ મજુરી કરે છે. કોઈ ડ્રાયવર છે તો કોઈ કોઈ કોન્ટ્રાક્ટર છે વગેરે કામ કરે છે. એ લોકો ગુજરાતી બોલે છે. અને મુસ્લિમ ધર્મ પાડે છે. ગીર સોમનાથ જીલ્લામાં ૨૫ થી ૩૦ હજાર સિદી લોકોની વસ્તી છે. એ લોકો શરીરે મજબુત બાધાના અને દેખાવે કાળા અને નાના નાના વાંકડિયા વાળ. એ લોકો ખુબજ મહેનત કરનાર લોકો છે. એ લોકો ખુબ સારા લોકો છે.
Subscribe to:
Posts (Atom)


.jpg)



