Thursday, 28 August 2014

Right to Education Act 2009

                       Right to Education Act 2009

The Constitution (Eighty-sixth Amendment) Act, 2002 inserted Article 21-A in the Constitution of India to provide free and compulsory education of all children in the age group of six to fourteen years as a Fundamental Right in such a manner as the State may, by law, determine. The Right of Children to Free and Compulsory Education (RTE) Act, 2009, which represents the consequential legislation envisaged under Article 21-A, means that every child has a right to full time elementary education of satisfactory and equitable quality in a formal school which satisfies certain essential norms and standards. 
Article 21-A and the RTE Act came into effect on 1 April 2010. The title of the RTE Act incorporates the words ‘free and compulsory’. ‘Free education’ means that no child, other than a child who has been admitted by his or her parents to a school which is not supported by the appropriate Government, shall be liable to pay any kind of fee or charges or expenses which may prevent him or her from pursuing and completing elementary education. ‘Compulsory education’ casts an obligation on the appropriate Government and local authorities to provide and ensure admission, attendance and completion of elementary education by all children in the 6-14 age groups. With this, India has moved forward to a rights based framework that casts a legal obligation on the Central and State Governments to implement this fundamental child right as enshrined in the Article 21 A of the Constitution, in accordance with the provisions of the RTE Act. 
Reference:   http://mhrd.gov.in/rte

ભારતમાં કાયદાની ખોટ નથી. પણ કાયદાનું અને ભારતીયો બંધારણનું અમલીકરણ કોઈ પણ સરકાર કરતી નથી. ભાજપ હોઈ કે કોંગ્રેસએ લોકો મુડીવાદી લોકો માટે જ કામ કરશે. આજે ગુજરાતમાં  વિકાસ થયો છે એમ કરીને નેતાઓ લોકોને બતાવે છે. પણ ગુજરાતમાં આવેલ શહેરી વિસ્તારમાં જ રોડ, પાણી,સ્કૂલો, વાહન વહેવાર તમામ પ્રકારની સુવિધાઓ જોવા મળે છે.જયારે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હેંડપંપ હોઈ તો તે પણ બગડેલો,સ્કૂલો હોઈ તો શીક્ષક નહી. અને ત્યાં મકાનની પણ સુવિધા નથી. અને વાહન વ્યવહાર નથી.
આજે હું નવી માહિતી આપવા માગું છું. કે વડોદરા જીલ્લાના નસવાડી તાલુકાના ગધેર અને માંકણખેડા ગામ વિશે જાણીએ એ ગામ માં જવું હોઈ તો ૬ થી ૭ કલાક ચાલીને જવું પડે. હું પણ ચાલીને ગયો હતો. જંગલ, પહાડમાંથી જવું પડે છે.



















આ ગામો નર્મદા ડેમમાં વિસ્થાપન થયેલ છે.પણ જે લોકોને જમીન આપવામાં આવેલ નથી. એવા ૪૦૦થી વધુ પરિવારો અહી વસવાટ કરે છે. એ ડુંગરા ભીલ આદિવાસી છે. સરકારના રેકોર્ડમાં વિસ્થાપન થયેલ છે. પણ લોકો રહે છે એ લોકો પાસે નવા  કોઈ પુરાવા નથી. જુના પુરાવા છે. એ લોકો ગામો નર્મદા નદીના કિનારે આવેલ છે. ત્યાં સરકારની એક પણ યોજના લાગુ નથી. લોકો મોટા મોટા ડુંગરો પર ઘરો બનાવીને રહે છે.



















ગામમાં સ્કૂલ છે. ત્યાં ઘણા બાળકો ભણે છે. 5મુ ધોરણ નાપાસ ટીચર છે. અને ૨ અભણ બાળા રસોઈનું કામ અને બાળકોને સાચવે છે. ત્યાં કાચું ઘર છે. બાળકો નીચે બેસીને ભણે છે. નીચે ઊધી જાય છે. આ સ્કૂલ નર્મદા બચાવ આંદોલનવતી અને ગામના વડીલોની મદદથી ચાલે છે. ગામના લોકો અનાજ ફાળો કરે છે.અને સ્કૂલમાં આપે છે.  

ગામ લોકો ખેતી કરીને જીવન જીવે છે. ખેતીમાં જે અનાજ પાકે છે એ ખાવા માટે ઉપયોગ કરે છે. એ લોકો આ ઘર ઘંટીમાં અનાજ દણીને ખાય છે.                                     આદિવાસી લોકોને અપીલ કરું છુ કે આપણા સમાજના નાના બાળકોને ભણાવીએ અને આવા ગામોમાં રહેતા લોકોને મદદરૂપ થઈને અધિકાર માટે લડીએ....અધિકાર છીનવી લઈએ.....જય આદિવાસી જાગો આદિવાસી ...ભણો આદિવાસી......લડો આદિવાસી............

No comments:

Post a Comment