Saturday 16 August 2014


મિત્રો, 
           આજે સિદી લોકોની મુલાકત કરી અને નવું  નોલેજ મળ્યું આ નોલેજ શું છે તમે પણ જાણો...
ભારતના બંધારણમાં આદિમ જૂથ તરીકે સિદી આદિવાસીનો સમાવેશ થાય છે. આ સિદી આદિવાસીઓ ગુજરાતમાં વસે છે. એ લોકોનું ઓરીજીનલ મૂળવતન આફ્રિકાના છે. પણ આજે એ ભારતના નાગરિક છે. એ લોકોને આફ્રિકા માંથી અગ્રેજો અહી સમુદ્ધમાં માછલી પકડવાનું, વહાણ ચલાવવાનું, એમનું કામકાજ કરવા લાવ્યા હતા. એ લોકો પૂરે પુરા જંગલ પર આધારીત જીવન ચાલતું હતું. એ લોકોની પાસે વેરાવળ તાલુકાના ગામોમાં જમીન પણ છે. અને ૨૦૦થી વધુ સિદી લોકો સમુદ્ધમાં માછલી ઉછેર કરે છે. એ લોકો કોઈ છુટક કામ કરે છે તો કોઈ મજુરી કરે છે. કોઈ ડ્રાયવર છે તો કોઈ કોઈ કોન્ટ્રાક્ટર છે વગેરે કામ કરે છે. એ લોકો ગુજરાતી બોલે છે. અને મુસ્લિમ ધર્મ પાડે છે. ગીર સોમનાથ જીલ્લામાં ૨૫ થી ૩૦ હજાર  સિદી લોકોની વસ્તી છે. એ લોકો શરીરે મજબુત બાધાના અને દેખાવે કાળા અને નાના નાના વાંકડિયા વાળ.  એ લોકો ખુબજ મહેનત કરનાર લોકો છે. એ લોકો ખુબ સારા લોકો છે. 

No comments:

Post a Comment