Wednesday, 24 January 2018
Jay Adivasi Maha sangh Gujarat.
Jay Adivasi Maha Sangh
Micro study done by me shows that
the ‘Jay Adivasi Maha Sangh’, Adivasi organisation working in the 8 districts
of Adivasi areas of Gujarat. They are fighting for the natural resources of the
local Adivasi peoples. Also, they are continuing the movement for the
protection of the cultural identity of the Adivasi peoples. The Adivasi related
laws and regulations are implemented in the Adivasi areas. Rajpipala Social
Service Society (RSSS) of Narmada district is leading these activities by
uniting young, women, and farmers of the Adivasis areas.
Above Photos; Village Movja, Block: Netrang Distt: Bharuch, Gujarat
9th August International Indigenous Day time.
Sunday, 21 January 2018
Wednesday, 12 October 2016
Adivasi and State
નર્મદા ડેમની મુખ્ય કેનાલ નું પાણી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી તો
પહોચાડવામાં આવ્યું. ડેમ/ કેનાલની આજુબાજુના આદિવાસીઓને પાણી આપવામાં આવ્યું નથી.
આદિવાસીઓં સાથે પક્ષપાત રાખવામાં આવ્યુ છે. પાણી આપવામાં આવેલ નથી. તો આદિવાસી
વિસ્તારો રહેતા તમામ આદિવાસીઓને ડેમોનું પાણી કેનાલો થકી પાણી પૂરું પાડો. ખાસ નર્મદા
ડેમ, તાપી ડેમ માંથી મુખ્ય કેનાલો માંથી, સબ કેનાલો થકી, ઉમરગામ થી અબાજી સુધીમાં
આદિવાસી લોકોના તમામ ગામોમાં નહેરો થકી પાણી પૂરું પાડો.
ગુજરાતમાં આદિવાસી ઓનેજ કેમ વિકાસ ના મેં કેમ? બલી નો બકરો બનાવવામાં
આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિયર ડેમ, હોટલો, નર્મદા ડેમ ની ઉચાઇ વધારવી, એ
તમામ કાર્યોમાં આદિવાસી જ વિસ્થાપિત થાય છે. આદિવાસીની જ જમીનો લુંટાઈ છે. હુજી કેટલા આદિવાસીઓને વિસ્થાપિત કરવાના છે જવાબ આપે?
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમોની ઉચાઇ વધારો કરવાથી પર્યાવરણનું મોટા પાયે
નુકશાન થયા છે. તો કેમ કેન્દ્ર સરકારનું NGT( નેશનલ
ગ્રીન ટ્રીબ્યુનલ) વિભાગ કેમ ચુપ છે.? પર્યાવરણનું મોટા પાયે નુકશાન ગુજરાત સરકાર
થકી કરવામાં આવેલ છે. તેના પર NGT તાત્કાલિક કાયદાકીય કામ કરે તેવી અમારી માંગ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામ ને કાયદાના ભંગ રૂપે તાત્કાલિક રોકવામાં આવે એવી અમારી
માંગ છે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોનો સમાવેશ ભારતીય બંધારણ મુજબ શીડયુલ ૫ માં
સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવે છે. પરતું સરકારની
આદિવાસી વિરોધી માનસિકતાનાને કારણે શીડયુલ ૫ અનુસુચિત વિસ્તારમાં લાગુ કરવામાં
આવતું નથી. પેસા કાયદાનું ગુજરાત સરકાર
ખુલ્લેઆમ ભંગ કરી રહી છે.
ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં
શીડયુલ ૫, PPESA
ACT 1996 (પેસા કાયદા)નું
અમલીકરણ કરો.
આદિવાસીનોને વિસ્થાપિત કરવા માટે આદિવાસીઓને પાયમાલ બનાવવા માટે
શુરપાણેસ્વર, ઇકોસેન્સીટીવ ઝોન અને જાંબુ
ઘોડા ઇકોસેન્સીટીવ ઝોન બનાવવામાં આવી રહ્યો છે. એ રદ કરો.
ગુજરાત માં બંધારણના અમલ માટે સામાજિક જાગૃતિ માટે કાર્ય કરતા યુવાનો
ને પોલીસ થકી ખોટા કેસોમાં ફસાવવા માં આવી રહયા છે. તો આવા પોલીસ અધિકારી ઓ સામે
તાત્કાલિક પગલા લેવામાં આવે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓની દીકરીઓને બિન આદિવાસીઓ
થોડા રૂપિયાની લાલચ આપી ને ખરીદી કરી રહ્યા છે. બેટી બચાવો ના પ્રચાર ગુજરાત સરકાર
કરે છે. તો પછી આદિવાસીની બેટીઓને કેમ બચાવ કરતા નથી?
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કુદરતી સંપતીને ગેરકાયદેસર લુંટવાનું
કામ ચાલે છે. એ NGT ની NOC વગર
ઉધોગો, માટી ખોદકામ, ખાણો વગેરેનું કામ થાય છે. એ બંધ કરો.
નર્મદા જીલ્લામાં ભૂમાફિયાઓ થકી આદિવાસીઓની ૭૩એએ જમીનો લુટવામાં આવી
રહી છે. ૯૯ વર્ષના ભાડેપટા પર રાખવામાં આવેલ જમીનો રદ કરો. આદિવાસી ઓની જમીનો માં
સિચાઈની સુવિધા નથી તેથી આદિવાસી પાયમાલ બની જાય છે. તેથી નજીવી કીમતમાં જ્મીનો
આપી દેવું પડે છે. તેવી પરીસ્થિતિનું નિર્માણ ગુજરાત સરકાર થકી કરવામાં આવે છે.
યુનો થકી આદિવાસીનોને આંતરરાષ્ટીય આદિવાસી દિન ની ઉજવણી કરવામાં આવે
છે. પણ ગુજરાત સરકાર આદિવાસીનો અસ્તિત્વ ખત્મ કરવા માટેની નીતિઓ બનાવી રહી છે.
આદિવાસીઓના હિતમાં બનેલા કાયદાઓ ગુજરાત સરકાર તાત્કાલિક અમલ કરે.
Adivasi Issues, Gujarat.
INDIGENOUS STUDENTS ORGANIZATION
વસાવા અશ્વિનભાઈ
નાનાભાઈ
મું. પો. વાડવા તા. દેડિયાપાડા
જી. નર્મદા ગુજરાત-૩૯૩૦૪૧.
પ્રતિ,
રાજ્યપાલ ગુજરાત,
ગાંધીનગર,સે.૨૨.
વિષય: આઝાદ ભારતમાં
આદિવાસીઓની ખરી પરીસ્થિતિ
જય આદિવાસી,
આદિવાસી વિસ્તારમાં બંધારણ ૧૯૫૦ મુજબ આપેલ
આદિવાસીઓના અધિકારો જેવા કે પાંચમી સૂચીનું અમલીકરણ કરવું કારણ કે દેડિયાપાડા
તાલુકો આદિવાસી વિસ્તારમાં સમાવેશ થયેલ છે. પી.પેસા કાયદો ૧૯૯૬, વન અધિકાર કાયદો
૨૦૦૬નું અમલીકરણ કરવું, વ્યક્તિગત અને સામુહિક દાવા અરજીઓનું નિકાલ કરવાનું કામ
બાકી છે. લેંડ રેવન્યુ એક્ટ ૧૯૭૨નું કેમ અમલીકરણ કરતા નથી? દેડિયાપાડા તાલુકામાં
ડુક્કરો, ગધેડાનું ત્રાસ લોકોને અને ખેડૂતોને વધુ માત્રમાં હેરાનગતિ થઈ રહી છે. દેડિયાપાડા
તાલુકામાં ખુલ્લે આમ દારૂ, આંકડો, જુગાર જેવા ગેરકાનૂની કામો ચાલે છે.
દેડિયાપાડામાં જ ગુરુકૃપા હોટેલની પાછળ જુગાર,આંકડો ચાલે છે. પોસ્ટ ઓફિસની પાછળ
જુગાર,આંકડો ચાલે છે. ત્રિમૂર્તિ ટાયરની દુકાનની સામેની લાઈન જુગાર,આંકડો ચાલે છે.
દેડિયાપાડા તાલુકામાં આવેલ તમામ ગામોમાં વિદેશી દારૂ, જુગાર,આંકડો ખુલ્લેઆમ ચાલે
છે. દેડિયાપાડા તાલુકાના ગામોમાં પીવાનું પાણી, સિચાઈનું પાણીની તંગી ચાલુ છે. એ
દર વર્ષેએ થાય છે. તેથી નર્મદા જીલ્લો આપણો જીલ્લો છે. એમાં ૨ મોટા ડેમો છે. કરજણ,
નર્મદા એ ડેમોનું પાણી આ દેડિયાપાડામાં લાવવું અને લોકોને આપવું જરૂરી છે. દેડિયાપાડાના
ગામોમાં વાસ્મો પ્રોજેકટ થકી પાણીની ટાંકીઓ બાધેલ છે. એમાં પાણીની સુવિધા કરવામાં
આવેલ નથી. તો કામ ચાલુ કરી ને લોકોને પાણી આપવું, દેડિયાપાડા તાલુકામાં સરકારી
દવાખાનામાં સુવિધા સારી નથી તો સુવિધા ઉપલબ્ધ કરાવવી. દેડિયાપાડા તાલુકામાંની પ્રાથમિક શીક્ષકોની
ખાલી પડેલ જગ્યાએ જગ્યા ભરવી. દેડિયાપાડા તાલુકામાં આદિવાસીઓની જમીનો લુંટવાનું
કામ ચાલે છે. ગેરકાનૂની ઈટો ભટ્ટા ચાલે છે. એ બંધ કરવું. દેડિયાપાડા તાલુકામાં
સરકારી ઓફીસોમાં યોજનાઓની અંગેના ફોર્મ મળતા નથી. પણ ઝેરોક્ષવાળાને ત્યાં મળે છે એ
બંધ કરવું. દેડિયાપાડા તાલુકામાં આવાસોની યોજના નિષ્ફળ છે. કારણ કે હપ્તા સમયમાં
મળતા નથી. રકમ ઓછી પડે છે. એક સાથે આપવું. રકમ વધારવી. વધુ મોનીટરીંગ કરવું. બેંકમાં આદિવાસીનોએ બહાર છેક
બજાર સુધી લાઈનમાં ઉભું રહેવાનું કેમ? દેડિયાપાડા તાલુકામાં હાટ બજારમાં હલકા
પ્રમાણનું/ખરાબ ખાધપદાર્થોમાં ચીજવસ્તુ વેચાણ થયા છે. તો એ બંધ કરવું. દેડિયાપાડા
તાલુકામાંની કુપોષણ વધુ છે. તેના પર કામ કરવું પડે. આદિવાસી લોકોને યોજનાઓ વિશે
વધુ વિગત જાણતા નથી તો જાહેર સભા કરી ને યોજના અને કાયદાકીય ટ્રેનીગ આપવું પડે.
આદિવાસી આ દેશ મૂળ માલિક છે. તેથી એમની જાતીનો દાખલો કેમ વાંરવાર સરકારની ઓફીસમાં
કઢાવો પડે છે? એ કાયદાની વિરોધમાં છે. જે જનસેવા કેન્દ્રમાં આદિવાસીઓ પર કામ અર્થે
રૂપિયા લેવામાં આવે છે એ કાયદાની વિરોધમાં છે. આદિવાસીઓને લુંટવામાં આવે છે. અરે,
સરકાર દેશના માલિક પર રૂપિયા લેવા લાગે તો પછી કેમનું ચાલે? આ સરકારોમાં અને
અંગ્રેજ સરકારમાં શું ફર્ક? શું આદિવાસીઓને જ આ સમસ્યા કેમ? જો આ સમસ્યાનો આપ
સરકારો પર હલ કરવાની આવડત ના હોઈ તો પછી આપની આ ગેરકાનૂની સરકારીતંત્રની જરૂર નથી.
આ વિસ્તારમાં ભારતીય બંધારણ મુજબ પાંચમી સૂચી અને પી.પેસા એક્ટ ૧૯૯૬ લાગુ કરો. અને
જે પંચાયતી રાજ મુજબ જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ગેરકાનૂની/ગેરબંધારણીય કામો/કાર્યરત છે.
એને તાત્કાલિક રદ કરો તો આદિવાસીને સ્વશાશન કરે અને આદિવાસીઓ જાતે વિકાસ કરે.
તા:૧૧/૦૫/૨૦૧૬ ઓનર ઓફ ઇન્ડિયા
સ્થળ:દેડિયાપાડા
વસાવા
અશ્વિનભાઈ નાનાભાઈ
નકલ રવાના:-
૧. રાષ્ટ્રીયપતી
૨. કલેકટર નર્મદા/ પ્રાંત કલેકટર દેડિયાપાડા
Subscribe to:
Posts (Atom)



