Wednesday 12 October 2016

Adivasi and State


નર્મદા ડેમની મુખ્ય કેનાલ નું પાણી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી તો પહોચાડવામાં આવ્યું. ડેમ/ કેનાલની આજુબાજુના આદિવાસીઓને પાણી આપવામાં આવ્યું નથી. આદિવાસીઓં સાથે પક્ષપાત રાખવામાં આવ્યુ છે. પાણી આપવામાં આવેલ નથી. તો આદિવાસી વિસ્તારો રહેતા તમામ આદિવાસીઓને ડેમોનું પાણી કેનાલો થકી પાણી પૂરું પાડો. ખાસ નર્મદા ડેમ, તાપી ડેમ માંથી મુખ્ય કેનાલો માંથી, સબ કેનાલો થકી, ઉમરગામ થી અબાજી સુધીમાં આદિવાસી લોકોના તમામ ગામોમાં નહેરો થકી પાણી પૂરું પાડો.
ગુજરાતમાં આદિવાસી ઓનેજ કેમ વિકાસ ના મેં કેમ? બલી નો બકરો બનાવવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિયર ડેમ, હોટલો, નર્મદા ડેમ ની ઉચાઇ વધારવી, એ તમામ કાર્યોમાં આદિવાસી જ વિસ્થાપિત થાય છે. આદિવાસીની જ જમીનો લુંટાઈ  છે. હુજી કેટલા આદિવાસીઓને  વિસ્થાપિત કરવાના છે જવાબ આપે?
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમોની ઉચાઇ વધારો કરવાથી પર્યાવરણનું મોટા પાયે નુકશાન થયા છે. તો કેમ કેન્દ્ર સરકારનું NGT( નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ) વિભાગ કેમ ચુપ છે.? પર્યાવરણનું મોટા પાયે નુકશાન ગુજરાત સરકાર થકી કરવામાં આવેલ છે. તેના પર  NGT તાત્કાલિક કાયદાકીય કામ કરે તેવી અમારી માંગ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામ ને કાયદાના ભંગ રૂપે તાત્કાલિક રોકવામાં આવે એવી અમારી માંગ છે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોનો સમાવેશ ભારતીય બંધારણ મુજબ શીડયુલ ૫ માં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવે છે. પરતું સરકારની આદિવાસી વિરોધી માનસિકતાનાને કારણે શીડયુલ ૫ અનુસુચિત વિસ્તારમાં લાગુ કરવામાં આવતું નથી. પેસા કાયદાનું ગુજરાત સરકાર  ખુલ્લેઆમ ભંગ કરી રહી છે.  ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં  શીડયુલ ૫, PPESA ACT 1996 (પેસા કાયદા)નું અમલીકરણ કરો.
આદિવાસીનોને વિસ્થાપિત કરવા માટે આદિવાસીઓને પાયમાલ બનાવવા માટે શુરપાણેસ્વર, ઇકોસેન્સીટીવ ઝોન  અને જાંબુ ઘોડા ઇકોસેન્સીટીવ ઝોન બનાવવામાં આવી રહ્યો છે. એ રદ કરો.
ગુજરાત માં બંધારણના અમલ માટે સામાજિક જાગૃતિ માટે કાર્ય કરતા યુવાનો ને પોલીસ થકી ખોટા કેસોમાં ફસાવવા માં આવી રહયા છે. તો આવા પોલીસ અધિકારી ઓ સામે તાત્કાલિક પગલા લેવામાં આવે.
ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓની દીકરીઓને બિન આદિવાસીઓ થોડા રૂપિયાની લાલચ આપી ને ખરીદી કરી રહ્યા છે. બેટી બચાવો ના પ્રચાર ગુજરાત સરકાર કરે છે. તો પછી આદિવાસીની બેટીઓને કેમ બચાવ કરતા નથી?
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કુદરતી સંપતીને ગેરકાયદેસર લુંટવાનું કામ ચાલે છે. એ NGT ની NOC વગર ઉધોગો, માટી ખોદકામ, ખાણો વગેરેનું કામ થાય છે. એ બંધ કરો.
નર્મદા જીલ્લામાં ભૂમાફિયાઓ થકી આદિવાસીઓની ૭૩એએ જમીનો લુટવામાં આવી રહી છે. ૯૯ વર્ષના ભાડેપટા પર રાખવામાં આવેલ જમીનો રદ કરો. આદિવાસી ઓની જમીનો માં સિચાઈની સુવિધા નથી તેથી આદિવાસી પાયમાલ બની જાય છે. તેથી નજીવી કીમતમાં જ્મીનો આપી દેવું પડે છે. તેવી પરીસ્થિતિનું નિર્માણ ગુજરાત સરકાર થકી કરવામાં આવે છે.
યુનો થકી આદિવાસીનોને આંતરરાષ્ટીય આદિવાસી દિન ની ઉજવણી કરવામાં આવે છે. પણ ગુજરાત સરકાર આદિવાસીનો અસ્તિત્વ ખત્મ કરવા માટેની નીતિઓ બનાવી રહી છે. આદિવાસીઓના હિતમાં બનેલા કાયદાઓ ગુજરાત સરકાર તાત્કાલિક અમલ કરે.


No comments:

Post a Comment