Wednesday, 12 October 2016

Adivasi Issues, Gujarat.


                               
                                                                                INDIGENOUS STUDENTS ORGANIZATION
                                                                                વસાવા અશ્વિનભાઈ નાનાભાઈ
                                                                                મું. પો. વાડવા તા. દેડિયાપાડા
                                                                                જી. નર્મદા ગુજરાત-૩૯૩૦૪૧.
પ્રતિ,
રાજ્યપાલ ગુજરાત,
ગાંધીનગર,સે.૨૨.
વિષય: આઝાદ ભારતમાં આદિવાસીઓની ખરી પરીસ્થિતિ
જય આદિવાસી,
આદિવાસી વિસ્તારમાં બંધારણ ૧૯૫૦ મુજબ આપેલ આદિવાસીઓના અધિકારો જેવા કે પાંચમી સૂચીનું અમલીકરણ કરવું કારણ કે દેડિયાપાડા તાલુકો આદિવાસી વિસ્તારમાં સમાવેશ થયેલ છે. પી.પેસા કાયદો ૧૯૯૬, વન અધિકાર કાયદો ૨૦૦૬નું અમલીકરણ કરવું, વ્યક્તિગત અને સામુહિક દાવા અરજીઓનું નિકાલ કરવાનું કામ બાકી છે. લેંડ રેવન્યુ એક્ટ ૧૯૭૨નું કેમ અમલીકરણ કરતા નથી? દેડિયાપાડા તાલુકામાં ડુક્કરો, ગધેડાનું ત્રાસ લોકોને અને ખેડૂતોને વધુ માત્રમાં હેરાનગતિ થઈ રહી છે. દેડિયાપાડા તાલુકામાં ખુલ્લે આમ દારૂ, આંકડો, જુગાર જેવા ગેરકાનૂની કામો ચાલે છે. દેડિયાપાડામાં જ ગુરુકૃપા હોટેલની પાછળ જુગાર,આંકડો ચાલે છે. પોસ્ટ ઓફિસની પાછળ જુગાર,આંકડો ચાલે છે. ત્રિમૂર્તિ ટાયરની દુકાનની સામેની લાઈન જુગાર,આંકડો ચાલે છે. દેડિયાપાડા તાલુકામાં આવેલ તમામ ગામોમાં વિદેશી દારૂ, જુગાર,આંકડો ખુલ્લેઆમ ચાલે છે. દેડિયાપાડા તાલુકાના ગામોમાં પીવાનું પાણી, સિચાઈનું પાણીની તંગી ચાલુ છે. એ દર વર્ષેએ થાય છે. તેથી નર્મદા જીલ્લો આપણો જીલ્લો છે. એમાં ૨ મોટા ડેમો છે. કરજણ, નર્મદા એ ડેમોનું પાણી આ દેડિયાપાડામાં લાવવું અને લોકોને આપવું જરૂરી છે. દેડિયાપાડાના ગામોમાં વાસ્મો પ્રોજેકટ થકી પાણીની ટાંકીઓ બાધેલ છે. એમાં પાણીની સુવિધા કરવામાં આવેલ નથી. તો કામ ચાલુ કરી ને લોકોને પાણી આપવું, દેડિયાપાડા તાલુકામાં સરકારી દવાખાનામાં સુવિધા સારી નથી તો સુવિધા ઉપલબ્ધ કરાવવી.  દેડિયાપાડા તાલુકામાંની પ્રાથમિક શીક્ષકોની ખાલી પડેલ જગ્યાએ જગ્યા ભરવી. દેડિયાપાડા તાલુકામાં આદિવાસીઓની જમીનો લુંટવાનું કામ ચાલે છે. ગેરકાનૂની ઈટો ભટ્ટા ચાલે છે. એ બંધ કરવું. દેડિયાપાડા તાલુકામાં સરકારી ઓફીસોમાં યોજનાઓની અંગેના ફોર્મ મળતા નથી. પણ ઝેરોક્ષવાળાને ત્યાં મળે છે એ બંધ કરવું. દેડિયાપાડા તાલુકામાં આવાસોની યોજના નિષ્ફળ છે. કારણ કે હપ્તા સમયમાં મળતા નથી. રકમ ઓછી પડે છે. એક સાથે આપવું. રકમ વધારવી. વધુ  મોનીટરીંગ કરવું. બેંકમાં આદિવાસીનોએ બહાર છેક બજાર સુધી લાઈનમાં ઉભું રહેવાનું કેમ? દેડિયાપાડા તાલુકામાં હાટ બજારમાં હલકા પ્રમાણનું/ખરાબ ખાધપદાર્થોમાં ચીજવસ્તુ વેચાણ થયા છે. તો એ બંધ કરવું. દેડિયાપાડા તાલુકામાંની કુપોષણ વધુ છે. તેના પર કામ કરવું પડે. આદિવાસી લોકોને યોજનાઓ વિશે વધુ વિગત જાણતા નથી તો જાહેર સભા કરી ને યોજના અને કાયદાકીય ટ્રેનીગ આપવું પડે. આદિવાસી આ દેશ મૂળ માલિક છે. તેથી એમની જાતીનો દાખલો કેમ વાંરવાર સરકારની ઓફીસમાં કઢાવો પડે છે? એ કાયદાની વિરોધમાં છે. જે જનસેવા કેન્દ્રમાં આદિવાસીઓ પર કામ અર્થે રૂપિયા લેવામાં આવે છે એ કાયદાની વિરોધમાં છે. આદિવાસીઓને લુંટવામાં આવે છે. અરે, સરકાર દેશના માલિક પર રૂપિયા લેવા લાગે તો પછી કેમનું ચાલે? આ સરકારોમાં અને અંગ્રેજ સરકારમાં શું ફર્ક? શું આદિવાસીઓને જ આ સમસ્યા કેમ? જો આ સમસ્યાનો આપ સરકારો પર હલ કરવાની આવડત ના હોઈ તો પછી આપની આ ગેરકાનૂની સરકારીતંત્રની જરૂર નથી. આ વિસ્તારમાં ભારતીય બંધારણ મુજબ પાંચમી સૂચી અને પી.પેસા એક્ટ ૧૯૯૬ લાગુ કરો. અને જે પંચાયતી રાજ મુજબ જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા  પંચાયત ગેરકાનૂની/ગેરબંધારણીય કામો/કાર્યરત છે. એને તાત્કાલિક રદ કરો તો આદિવાસીને સ્વશાશન કરે અને આદિવાસીઓ જાતે વિકાસ કરે.
તા:૧૧/૦૫/૨૦૧૬                             ઓનર ઓફ ઇન્ડિયા
સ્થળ:દેડિયાપાડા                              વસાવા અશ્વિનભાઈ નાનાભાઈ
નકલ રવાના:-
૧. રાષ્ટ્રીયપતી
૨. કલેકટર નર્મદા/ પ્રાંત કલેકટર દેડિયાપાડા





No comments:

Post a Comment