Wednesday 24 September 2014

ભારતમાં વિકાસ કોના ભોગે ?


મિત્રો,
         આદિવાસી ભારતના મૂળમાલીક છે. એમનું જીવન જળ જંગલ જમીન પર આધારીત છે. આદિવાસીઓ જમીનને યાહ્કી(Mother) માને છે. તેથી જમીનને કોઈ પણ દિવસે વેચે નહી. અને અનાજનું પૂજન કરે છે. અને અનાજને ખાતા પહેલા કુદરતને આપે છે. આદિવાસીઓના રીત-રીવાજો, તહેવારો અને જીવન જીવવાની રીત  કુદરતી સંસાધન પર આધારીત છે. જમીનદારી વ્યવસ્થા કાયદો ૧૭૯૩માં ઉભી કરી અને આ કાયદો આદિવાસીઓને પણ લાગુ પાડવામાં આવ્યો. અને જે આદિવાસીની સામુહિક ખેતી કરવાની રીત હતી. તે નાશ કરવામાં આવી અને ખાનગી જમીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. અને વન કાયદો ૧૮૬૫માં બનાવવામાં આવ્યો એ મુજબ આદિવાસી રાજાઓ પર જંગલો હતા તે કબ્જે કર્યા. એ જંગલોને વૈજ્ઞાનિક રીતે વધુ જંગલો થાય એ વાતે જંગલો પડાવામાં આવ્યા. અને ત્યારે જંગલખાતું પણ બનાવવામાં આવ્યુ હતું. એ જંગલખાતા એ આદિવાસી પર અત્યાચાર,શોષણ કર્યું છે. અને જમીન સંપાદનનો કાયદો ૧૯૯૪માં અમલમાં આવ્યો હતો. કાયદાકીય રીતે જે જમીનો કોઈના નામે નથી. તેવી જમીનો સરકારના નામે કરવામાં આવી. અને આદિવાસીઓ પોતાના જીવન ચલાવવા માટે જમીન ખેડીને ખાતા હતા. તેવી જમીનો સરકારના નામે થઈ અને એ કાયદાના લીધે આદિવાસીની જમીનો પડાવી લેવામાં આવી. અને આદિવાસીઓને જમીનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા. અને જે વન કાયદો ૧૮૬૫માં બનાવવામાં આવેલ હતો. એ કાયદાને સુધારીને વધુ મજબુત બનાવવામાં આવ્યો. અંગ્રેજો ભારતીય જંગલ કાયદો ૧૯૨૭માં અમલમાં આવ્યો. અને જંગલની પેદાશો પર સરકારનું નિયંત્રણ કરવામાં આવ્યું.અને આદિવાસીઓની જે જીવાદોરી વન પેદાશો હતા તે જ છીનવાઈ ગયા. વન્ય પ્રાણી સંરક્ષણ કાયદા ૧૯૭૨ મુજબ વન્યજીવોનું શિકાર રોકવા માટે સરકારને સતા મળી. અને ગુજરાત વન્ય પશું સંરક્ષણ કાયદો ૧૯૯૦માં જાહેર કરવામાં આવ્યો. અને એના લીધે આદિવાસીઓ જ્યાં પોતાના ઢોરને ચરાવતા હતા. એ સરકારે બંધ કરાવ્યું.  જંગલ સંરક્ષણ કાયદા ૧૯૮૦માં અનુસાર જંગલ પરનું દબાણ નામે કરવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો. 

આખા દેશમાં આંદોલનો ચાલતા એનો નિકાલ લાવવા માટે વન અને પયાઁવરણ મંત્રાલયે ૧૯૯૦ના સપ્ટેમ્બર મહિનામાં ૬ પરિપત્રો તમામ રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. અને એજ સમયગાળા દરમિયાન ૧૯૯૫માં દક્ષીણ ભારતમાં ગોદાવમઁન નામની એક વ્યક્તિએ કેસ વડી અદાલતમાં કર્યો હતો. તેના અનુસંધાને ઇન્સ્પેકટર જનરલ ઓંફ ફોરેસ્ટ ૩ જી મેં ૨૦૦૨ના રોજ તમામ રાજ્યોમાં પત્ર લખ્યા કે ૧૯૮૦ પહેલા ખેડતા હતા. તેના પુરાવા નથી એવા તમામ પ્રકારના દબાણો દુર કરવાનો હુકમ કર્યો. અને આદિવાસીઓના આંદોલનના લિધે સરકારે વન અધિકાર કાયદો ૨૦૦૬ બનાવ્યો. જાન્યુઆરી ૨૦૦૮માં કાયદો અમલમાં આવ્યો. પણ એ કાયદાને પણ અમલીકરણ કરવામાં આવેલ નથી. અંગ્રેજો આ દેશ છોડીને જતા રહ્યાં પણ એમના કાયદા ભારત સરકારે પણ વધુ મજબુત બનાવીને આદિવાસીઓને એમના અધિકારથી વંચિત કરવામાં આવ્યા છે. અને ૧૯૪૭ બાદ આ દેશમાં નવી વિકાસની નીતિ મુજબ જ્યાં આદિવાસીઓ રહેતા ત્યાં વિકાસના નામે વિસ્થાપન અને મોટા ડેમો બનાવી, કંપનીઓ બનાવીને અને પ્રવાસ સ્થાનો બનાવીને આદિવાસીઓને એક હાસ્યામાં ધકેલી દેવામાં આવેલ છે.


મિત્રો, 
          આદિવાસીઓ દેશના મુળમાલીકો છે. આજે મૂળમાલિકોને અધિકારથી વંચિત રાખવામાં આવેલ છે. હવે આદિવાસીઓ ચૂપચાપ રહેશે તો આદિવાસીઓને બ્રામણવાદ ખત્મ કરી દેશે. તો હવે રાહ જોવાની જરૂર નથી. આપ આદિવાસી ભાઈ બહેનોને હું અપીલ કરું છું. કે જેવી રીતે આપણા અધિકારો સરકારે અને  બ્રામણવાદએ છીનવી લીધા છે. એવી જ રીતે આપણા અધિકારો આપણે છીનવી લેવા પડશે..........જય આદિવાસી..........જાગો આદિવાસી.......


Thursday 11 September 2014

ગરીબોની વાત અમીરો શું જાણે?


આજે ભારત દેશમાં લોકો વિકાસના પંથે આગળ વધી રહ્યાં છે. અને એમાં ગુજરાત જેવું રાજ્ય તો  બધા રાજ્યોથી આગળ છે એમ કહેવામાં આવે છે. પણ ગુજરાતના આદિવાસીઓની  પરિસ્થિતિ સારી નથી. કારણ કે એ લોકોને સરકાર દ્વ્રારા વિકાસની વાતો કરવામાં આવે છે. પણ સરકાર કામ કરતી નથી. ખોટા ખોટા વિકાસના નામે રીપોર્ટ બનાવવામાં આવે છે. એના થી લોકોને કોઈ ફાયદો થતો નથી. ગુજરાતમાં મોટી મોટી કંપનીઓ આવેલ છે. એમાં કેમિકલ્સ, હીરા, અન્ય ચીજવસ્તુઓનો પૂછકળ માત્રામાં ઉત્પાદન કરવામાં આવે છે. એનો ફાયદો સરકાર અને કંપનીના માલિકોને થાય છે. એમાં જે કામ કરનાર લોકો છે એ લોકો કામ કરતા જ રહી જાય છે. 




















ગુજરાતના  ગીર સોમનાથ જીલ્લામાં આવેલ વેરાવળમાં GIDCમાં ૧૫૦ થી વધુ કંપનીઓ છે. એમાં બરફ બનવાની કંપની અને માછલીનું પેકીંગ અને માછલી દેશ-વિદેશમાં વેચાણ કરવાનું કામ થાય છે. અહીંથી માછલી વિદેશમાં વેચાણ કરવામાં આવે છે. એ લોકો કરોડો રૂપિયા કમાવે છે. મુડીવાદી લોકો પાસે કરોડો રૂપિયા છે. એ લોકોનું જીવન એશોઆરામથી જીવન જીવે છે. એ લોકોના બાળકો એક દિવસ સ્કૂલેના જાય તો બુમાબુમ થઈ જાય. પણ જો ગરીબોના બાળકો આખી જીંદગી સ્કૂલમાં ના જાય તો એ લોકોને પૂંછવાવાળુ કોઈ નથી. સરકાર પણ પૂંછવા માગતી નથી. સબીર સી ફૂડ કંપનીની આગળ એક બાળકની શું  દશા છે!  એ આપ જોઈ શકો છો. એવા હજારો લોકો આ દેશ છે. પણ સરકાર કોઈ પણ જાતના પગલા લેતી નથી. અને લોકો પણ ચૂપચાપ જીવન જીવે છે. લોકોને બીજા લોકો માટે સમય નથી. પણ જે લોકો સમાજ માટે વિચારે છે. એવા લોકોને અપીલ કરું છું. કે આપણા લોકોના અધિકાર માટે લડયે અને અધિકાર છીનવી લયે....જય આદિવાસી.....જાગો આદિવાસી............