Monday, 7 March 2016

આદિવાસીઓ સાથે શાસકોના ષડયંત્રનો પર્દાફાશ

આદિવાસીઓ સાથે શાસકોના ષડયંત્રનો પર્દાફાશ
અશ્વિન એન વસાવા[1]
આદિવાસી એટલે આદિવાસી, આદિ-અનાદિ કાળથી વસનાર તે આદિવાસી” એનો મતલબ કે આ દેશનો પ્રથમ માલિક આદિવાસી છે. જળ, જંગલ, જમીન અને કુદરતી સંપત્તિ પરનો હક્ક-અધિકાર ફક્ત ને ફક્ત આ ભારત દેશમાં આદિવાસીઓનો જ કહેવાઇ. આ દેશમાં આદિવાસીઓ પર અભ્યાસ કર્તાઓ દ્વારા આદિવાસીઓને આદિવાસી, આદિમ જાતી, આદિમ જુથો, ગીરીજન, ભૂમિજન, રાનીપરજ, નેચરલ કોમ્યુનીટી, ભીલ, કાલીપરજ અને ભારતીય બંધારણમાં અનુસુચિત જનજાતિ તરીકે ઓળખ આપવામાં આવેલ છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન મુજબ આદિવાસી “એબોરીજનલ” છે. યુનાઈટેડનેશન ઓર્ગેનાઈજેશન મુજબ “ઈન્ડીજીનીયસ” તરીકે આદિવાસીઓને ઓળખ આપે છે. હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથો મુજબ આદિવાસીઓને રાક્ષસ, દાસ, દસ્યુ, નિશાદાસ વગેરે નામો આપીને આદિવાસીઓને અપમાનિત કરવામાં આવ્યા, હાલમાં રામરહિમની ફિલ્મમાં આદિવાસીને માણસ ગણવામાં આવ્યો નથી. આ ભયજનક ષડયંત્ર ચાલુ છે.

       આર.એસ.એસ., વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપ મુજબ આદિવાસીઓને “વનવાસી” તરીકે ગણીને આદિવાસીઓનું ઘોર જાહેરમાં અપમાન થઈ રહ્યું છે. અગ્રેજોએ આદિવાસીઓને “ક્રિમિનલ ટ્રાઈબ” તરીકે ઓળખતા હતા. એમણે “ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ ૧૯૨૪”માં બનાવીને આદિવાસીઓને ક્રિમીનલ તરીખે પહેચાન આપી હતી. શું આદિવાસીઓ ક્રિમીનલ છે ખરા?
ભારત દેશમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૦૪,૨૮૧,૦૭૪ અને ૮.૬ ટકા આદિવાસીઓની વસ્તી છે. ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૮૯૧૭૧૭૪ અને ૧૪.૭૫ ટકા વસ્તી છે.

આપણા દેશમાં બહારથી આર્યો, મુગલો, પોટુગીઝ, તુર્કી અને અગ્રેજો વગેરે વિદેશી આક્રમણકરીઓ આવ્યા હતા. મોટેભાગે જે લોકો બહારથી આવ્યા હતા. એ લોકો પાછા જતા રહ્યા. પણ આર્યો આ દેશ માંથી ગયા નથી. જે આર્યો કહેવામાં આવે છે એ જ બ્રાહ્મણો છે. એ લોકો એ આ દેશમાં જાતીવાદી “વર્ણવ્યવસ્થા” ઉભી કરેલ છે. આદિવાસીઓ વર્ણવ્યવસ્થા માં આવતા નથી. તેમ છતાં પણ આદિવાસીઓને જાતિવાદ માં ગણે છે. એ ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. આ દેશમાં તમામ સતાઓ પર બેસીને આ દેશની મૂળપ્રજા પર રાજ કરે છે. મૂળપ્રજાઓ વિદેશી લોકોઓને રાજ કરવા દે છે. એ માનસિક ગુલામી છે. એમાંથી આઝાદ થવું પડશે. ભારત દેશમાંથી ૧૯૪૭ના રોજ અંગ્રેજો આ દેશ છોડીને જતા રહ્યા અને આ દેશ મૂળપ્રજા ને સોપીને જવાનું હતું. The Transfer of Power in India 1945 પણ આ દેશમાં આર્યો વિદેશી બ્રામણઓ એ આ દેશ પર કબ્જો ક્રરી લીધો આ દેશ પર રાજ કરવા લાગ્યા છે.

પ્રથમ જે કોગ્રેસ પાર્ટી બનાવવામાં આવી એ પણ અંગ્રેજોના નેજા હેઠળ જ બનાવવામાં આવી તેથી એ કોગ્રેસ પાર્ટી પણ અંગ્રેજોની જ કહેવાઈ. એ પાર્ટીના મુખ્ય સંચાલકો બ્રામણ જ છે. એમાં આપણો કોઈ આદિવાસી પાર્ટી બનાવવા ગયેલો ખરો? તો પછી આવી પાર્ટીઓને શા માટે માનો છો? ૧૯૨૫મ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્યું, એમાંથી ભાજપ પાર્ટી પેદા થઈ એમાં પણ બ્રામણ જ મુખ્ય સતા પર છે. તો પછી આદિવાસીઓ કેમ ફાફા મારે છે? એ જ રીતે હિન્દુ, ખ્રીસ્તી, મુસ્લિમ વગેરે ધર્મો આદિવાસી ક્ષેત્રોમાં લાવ્યા. આદિવાસીઓને ધર્મની લેહમાં ચડાવી દીધા અને એ વિદેશી રાજ કરતા ગયા. આદિવાસીઓ આ ધર્મો આપણા પૂર્વજોના નથી તો હિન્દુ, ખ્રીસ્તી, મુસ્લિમની પાછળ શું લેવા જાવ છો? ખાસ આ હિન્દુ, ખ્રીસ્તી ધર્મો તૂટી પડો છો. શું આપણા બાળકો એમની ધર્મો સંસ્થાઓમાં ભણે છે એટલે! આદિવાસીઓ એ બધા સેવાના નામે બધું લુંટવા આવેલા છે એ જાણી લેજો.

ભારતીય બંધારણ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦માં જાહેર થયું જેમાં આદિવાસીઓ માટે ખાસ અલગથી બંધારણમાં હક્ક-અધિકારો આપવામાં આવેલ છે. અનુસૂચિત ક્ષેત્રો (કલમ ૨૧૧ (૧) અનુસુચિત જનજાતિઓની કલમ (૩૪૨)માં પ્રશાસન અને નિયંત્રણની બાબતમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. અનુસુચિત ક્ષેત્રો મહામહીમ રાષ્ટ્રપતિ મહોદય દ્વારા અનુસુચિત ક્ષેત્રોની ધોષણા, પાંચમી અનુસૂચિમાં ભાગ (ગ) પેરા ૬(૧) દ્વ્રારા કરવામાં આવેલ છે. જે અનુસુચિત ક્ષેત્રો (આદિવાસી ક્ષેત્રો) વાળા રાજ્યોના નામો (જે પાંચમી સૂચિમાં આવે છે). ગુજરાત, ઝારખંડ, છતીસગઢ, ઓડીસા. આન્દ્રોપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, અને રાજેસ્થાન. પાંચમી સૂચી મુજબ આદિવાસીઓને સ્વ-શાશન કરવા માટે ખાસ કાયદો સંસદે પાસ કર્યો એ ભુરીયા કમિટીની ભલામણના લીધે સંસદમાં કાયદો બનાવવામાં આવ્યો. એ કાયદો “પંચાયતો કે ઉપબન્ધ અનુસૂચિત ક્ષેત્રો પર વિસ્તાર અધિનીયમ“The provisions of the panchayats extension to the scheduled areas” [PPESA] Act, 1996 No.40 of 1996(24th December, 1996). આ કાયદાને છુપાવવા માટે ભાજપ- કોગ્રેસની સરકારોએ આર્યોની સામાજિક સંસ્થા (NGO)ઓને કામ સોપવામાં આવ્યું. કે આ કાયદાનું આદિવાસીઓને ખબર પડવી જોઈએ નહી. એવું ષડયંત્ર કરવામાં આવ્યું. આપણા નેતાઓ પણ એમના જ કામો કર્યા આપણા કાર્ય કર્યા જ નથી.

ભારતીય સંવિધાનમાં ૭૩,૭૪ (બંધારણ સંશોધન) થયું એ આપણા આદિવાસીઓ માટે ખુંબ જ અગત્યનું છે. પણ એની જાણ આદિવાસી સમાજને કરવામાં આવી નહી. ૭૩મુ બંધારણીય સંશોધન થયું તેમાં ભારતના બંધારણના ભાગ (૯)માં પંચાયતોની જોગવાઈ છે. એ તારીખ ૨૪ એપ્રિલ ૧૯૯૩ થઈ લાગુ કરવામાં આવ્યું, બંધારણના ભાગ ૯ માં ૨૪૩ થી ૨૩૪ (ઓ) સુધી જોગવાઈઓ બનાવવામાં આવી. તેમાં બંધારણના ભાગ ૯ માં કલમ ૨૪૩ (એમ (૧) મુજબ પંચાયતી રાજ, અનુસૂચિત  ક્ષેત્રમાં (આદિવાસી વિસ્તારોમાં) લાગુ પડી શકે નહી. ત્યારે ભારતના બંધારણના ભાગ (૯)માં કલમ ૨૪૩(૪) બી) મુજબ સંસદ સભાને અધિકાર આપવામાં આવ્યું કે આદિવાસીઓ માટે ખાસ કાયદાની જોગવાઈ કરવામાં આવે સ્વશાશન કરી શકે અને જળ, જંગલ, જમીન અને ખનીજો સાચવી શકે  એટલા માટે “The provisions of the panchayats extension to the scheduled areas” [PPESA] Act, 1996 No.40 of 1996(24th December, 1996). આ કાયદાને સરકારો એ સતાડી મુકેલ છે પણ NGO, ઈન્ટરનેટ, રીપોર્ટ, સરકારી પુસ્તિકા  વગેરેમાં આ કાયદાનું નામ જ ખોટું લખે છે.panchayats extension to the scheduled areas જે The provisions (પ્રોવિઝન/જોગવાઈ)ઓ શબ્દને જ હટાવી દેવામાં આવેલ છે. પેસા કાયદો નામ આપવા લાગ્યા છે. પણ પી. પેસા ૧૯૯૬ કહેવાઈ.  કાયદામાં ૨૩ જોગવાઈ છે. એમાં ખાસ ગ્રામ સભા ને પાવર આપવા માં આવેલ છે. આદિવાસીઓને નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવેલ છે. આદિવાસીની જમીનો સરકાર કે બિન આદિવાસી એ લીધી હોઈ તો તે પરત લઈ શકાય. ગ્રામસભા ફળીયે ફળીયે થાય. જંગલ, જમીનો, જળ અને ખનીજો પર આદિવાસીનો જ અધિકાર મળે છે. આદિવાસીઓને કોઈ વિસ્થાપિત ના કરી શકે. વિદેશી દારૂ અને જુગાર પર પ્રતિબંધ વગેરે આથિક, સામાજિક, રાજકીય, શૈક્ષણીક વગેરે બાબતો પર નિર્ણય લેવાનો અધિકાર છે.  કાયદા મુજબ કલમ (૪) (ઓ) એ ખુબ જ અગત્યની કલમ છે. એમાં એવું કહે છે, કે ૬ઠ્ઠી અનુસૂચિમાં ૪ રાજયો આવે છે. આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ, ત્યાં જીલ્લા લેવલે “સ્વશાસિત જીલ્લા પરિષદ” છે. તેમાં આદિવાસીઓ જ નેતૃત્વ કરે છે. તમામ બજેટ “સ્વશાસિત જીલ્લા પરિષદ”માં જાય છે. એના થકી ગામોમાં ગ્રામસભા મુજબ ફંડની ફાળવણી થઈને કાર્ય કરવામાં આવે છે. તો ઉપરોક્ત નવ રાજ્યો (આદિવાસી ક્ષેત્રો)માં આવે છે. ત્યાં ૬ઠ્ઠી સુચિની પેટર્ન “Autonomous district council” પી.પેસા કાયદો ૧૯૯૬ની કલમ (૪)(ઓ) મુજબ અમલ કરવાની જરૂર હોઈ છતાં સરકારો અમલ કરતા નથી. જો આ  “Autonomous district council” પેટર્ન આદિવાસી જિલ્લાઓમાં કરવામાં આવે તો તમામ બજેટનું, આદિવાસીઓ સ્વશાશન કરી શકે. એમાં કલેકટર, પ્રાંત કલેકટર, એસ.પી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, જંગલખાતાનું ચાલે નહી. રાજકીયપક્ષોનુ રાજકારણ પણ ખત્મ થઈ જાય છે. દિલ્હી, ગાંધીનગર અને નાગપુર થી જે સરકારોનું સંચાલન થાય છે. એ ખત્મ થાય છે. જે હાલમાં આદિવાસી વિસ્તારોમાં પંચાયતી રાજ મુજબ ચૂંટણી થાય છે. વ્યવસ્થા ચાલે છે. ૭૩માં બંધારણ સંશોધન એમાં કલમ ૨૪૩ (એમ૧) મુજબ  ગેરકાનૂની છે. ગેરબંધારણીય છે. એ બાબત સરકારને ખબર છે. પણ આ વ્યવસ્થા ચાલુ રાખેલ છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ચાલે છે. એ ગેરકાનૂની ચાલે છે. એના લીધે આદિવાસીઓમાં ભાગલા પડેલ છે. આદિવાસીઓના  અધિકારો છીનવી લેવામાં આવેલ છે. સરકારીતંત્રમાં દલાલો, બની બેઠેલા નેતાઓ આદિવાસીઓનું બજેટ ખાઈ જાય છે. જે હાલમાં તમામ ગ્રામસભામાં ઠરાવો થાય છે. એ ગેરકાનૂની રીતે થાય છે. સરકાર એજન્ટા બનાવે છે. અધિકારીઓ આવે છે. તલાટીઓ ઠરાવ લખે છે. ગામના લોકોનું સાંભળતા નથી. સરકારના ઠરાવ મુજબ કાર્ય થાય છે. સરકારીતંત્રવાળા સરકારી ચા, નાસ્તો કરીને જાય છે. શું આને આપણે વિકાસ કહેવાઈ?
ગ્રામસભા ચાર પ્રકારની હોઈ છે. (૧) આદિવાસી (વારસાગત, પારમ્પરિક) વારસાગત રીતે ગામના લોકો ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા અને સામાજિક ન્યાય લેવામાં આવતો. (૨) પંચાયતી રાજ મુજબ જે સરકારીતંત્ર દ્વારા દલાલો ગ્રામસભા કરે છે. અને બધું મિલીભગત ખાઈ જાય છે. તે, ગ્રામસભા. (૩) વન અધિકાર કાયદો ૨૦૦૬ મુજબ  કયો આદિવાસી જમીન ખેડાણ કરતો હતો, તેની ચર્ચા કરવા અને નિર્ણય લેવા માટે જે ગ્રામસભા. (૪) પી.પેસા કાયદો ૧૯૯૬ મુજબ (ફળીયે ફળીયે ગ્રામસભા થાય, નિર્ણય લેવાનો અધિકાર, જળ, જંગલ, જમીન, ખનીજ પર આદિવાસીનો અધિકાર. ફક્ત ગામના લોકો નિર્ણય લે. આ પી.પેસા ૧૯૯૬ની ગ્રામસભા આદિવાસી માટે મહત્વની છે.
૭૪મું બંધારણ સંશોધન મુજબ ભારતના બંધારણના ભાગ ૭ (કે)માં નગરપાલિકાઓની જોગવાઈ છે. તારીખ ૦૧ જુન ૧૯૯૩માં આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું. પણ બંધારણના ભાગ ૯ (કે)ના કલમ ૨૪૩(પી) થી ૨૪૩ ઝેડ જી સુધી જોગવાઈ બનાવવાના આવી. પણ બંધારણના ભાગ ૯ (કે)માં કલમ ૨૪૩ ઝેડ સી મુજબ નગરપાલિકાની ચુંટણીઓની વ્યવસ્થા આ અનુસુચિત ક્ષેત્રો (આદિવાસી વિસ્તારો)માં લાગુ પડી શકે નહી. પણ ઉપરોક્ત ભાગ ૯ (કે) કલમ ૨૪૩ ઝેડ શી (૩) મુજબ સંસદને અલગ કાયદો બનાવવાની સતા આપવામાં આવી જેથી કરીને આદિવાસીઓ સ્વ-શાશન કરી શકે. પણ આજદિન સુધી પી.પેસા કાયદા ૧૯૯૬ જેવો જ  “મેસા કાયદો” બનાવવામાં આવેલ નથી. જે આદિવાસી વિસ્તારમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ થાય છે. એ ગેરકાનૂની છે. ગેરબંધારણીય છે. હવે આદિવાસીનો વિકાસ કેમ થતો નથી? કારણ કે એક બાજુ પંચાયતી રાજ અને બીજી બાજુ નગરપાલિકા. આ બંને બાજુ આદિવાસીનું બજેટ જાય છે. આ ગેરકાનૂની વ્યવસ્થામાં બજેટ જતું રહે છે. તેથી આદિવાસીનો વિકાસ કાથી થવાનો? બધું બજેટ તો મિલીભગતો ખાઈ છે. તો પછી ગુજરાતમાં ૭૪% બાળકો કુપોષિત ૧.૪૭ લાખ અતિગંભીર કુપોષિત રહેવાના જ !

ગુજરાતમાં આદિવાસી વિસ્તારો આ મુજબ છે. ઉચ્છલ, વ્યારા, મહુવા, માંડવી, નિઝર, વાલોડ, માંગરોળ, બારડોલી, દેડિયાપાડા, સાગબારા, વાલિયા, નાંદોદ, ઝઘડિયા, આહવા, વાંસદા, ધરમપુર, ચીખલી, પારડી, ઉમરગામ, ઝાલોદ, દાહોદ, સંતારામપુર, લીમખેડા, દેવગઢ બારિયા, છોટાઉદેપુર, નસવાડી, તિલકવાડા, ખેડબ્રહ્મા, ભિલોડા અને  મેઘરાજ. આ વિસ્તારોમાં પંચાયતી રાજ અને નગરપાલિકા ચાલે છે. જે ગેરબંધારણીય છે. આ વિસ્તારોમાં જળ, જંગલ, જમીનો, અને ખનીજો એટલા માટે સરકારના દલાલો લુંટે છે. કારણ કે વ્યવસ્થા ગેરકાનૂની છે. તેથી ડેમો, અભ્યારણ્ય, કોરીડોર, કંપની, હાઈવે, સરદારનું પુતળું, હોટલો અને ઇકો સેન્સીટીવ ઝોન વગેરે કામો પુર જોશમાં ચાલે છે. આપણી “ટ્રાયબલ સલાહકાર સમિતિ” ને કોઈ પડેલી નથી. દેશના રાજ્યપાલ પણ રાજકીય પાર્ટીના ચમચા થઈને બેઠા છે. એ પણ પોતાનો પાવર જાણતા નથી? આ દેશનો જે રાષ્ટ્રીયપતી પણ પાર્ટીઓની દલાલી કરવામાંથી ઉચા આવે તો ને ! તમામ સરકારીતંત્રના મોટી સતા પર બ્રામણ ! રાજકીયપાર્ટીઓ તો બધી જ સરખી. આદિવાસી વિસ્તારમાં સંસ્થાઓ ઘુસી ગઈ, સંગઠનના નામે આદિવાસીઓમાં ભાગલા તો પછી હવે આદિવાસી નું શું? આદિવાસીઓને અપીલ કરું છું, કે આ દેશ આદિવાસીનો જ દેશ છે. આપણું અસ્તિત્વ, ઓડ્ખ, સભ્યતા, કલ્ચર બચાવવા માંગતા હોઈ તો આપણે ફક્ત આદિવાસીના નામે એક થઈ ને લડીએ. તો આપણા હક્કો-અધિકારો આપણે છીનવી લઈએ. આપણા પૂર્વજો તો અભણ હતા, છતાં અંગ્રેજો સામે ૨૦૦થી વધુ યુદ્ધ લડયા હતા. બધામાં જીત મેળવી હતી. તો આજે તો આપણે ભણેલા ગણેલા છે. તો પછી સરકાર, બિન આદિવાસી થી ડરો છે? જો ડર લાગતો હોઈ તો આપણા તીરકામઠા કાઢો! આજે આપણે ના લડીએ તો આ દેશ માંથી આદિવાસી ખોવાઈ જશે.



[1] PH.D Research Scholar
School of Social Sciences
Centre for study in Society and Development
Central University of Gujarat, Gandhinagar.